Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટનાં યુવા એડવોકેટ હિતેષ પંડયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટના યુવા ધારાશાસ્ત્રી હિતેષ કે. પંડયા રાજકોટ ખાતે વર્ષ ર૦૦૯ થી એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. તેમજ તેઓ પંડયા એન્ડ પાનોલા એસોસીએટસના નામથી એડવોકેટ એન. જે. પાનોલા સાથે પોતાની ઓફીસ ઉમીયા ચોક, મવડી પ્લોટ ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે ધરાવે છે.

રેવન્યુ ક્ષેત્રે તથા સીવીલ પ્રેકટીસમાં ખૂબ સારી પ્રગતિ કરેલ છે. તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના  પ્રાપ્ત કરેલી છે. તેમજ ઘણી સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે જોડાયેલ છે. અને તેઓ તેમના શાંત, ખૂબજ મીલનસાર અને મળતાવળા સ્વભાવને કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આજ તા. ૧૦ સપ્ટેમ્બર, સોમવારે તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા કુટુંબીજનો, સગા-સંબંધીઓ, અસીલો તથા મીત્ર વર્તુળ તરફથી તેમના મો. નં. ૯૮ર૪૮ ૪૪ર૪૧ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. (પ-૮)

(11:57 am IST)