Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જૈન અગ્રણી વૈયાવચ્ય રત્ન ચંદ્રકાંતભાઈ શેઠનો આજે જન્મદિવસ : ૬૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જૈન સમાજમાં સી.એમ.શેઠના હૂલામણા નામે ઓળખાતા શેઠ બિલ્ડર્સવાળા ચંદ્રકાંતભાઈ શેઠનો આજે ૬૯ મો જન્મ દિવસ છે. ચંદ્રકાંતભાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ ઘરે તથા ઓફીસે બહુ ઓછા જોવા મળે અને સેવાર્થે હોસ્પિટલમાં વધારે જોવા મળે છે તેનું કારણ એ છે કે મોટા ભાગનો સમય તેઓ જૈનોના ચારેય ફિરકાઓના ઉપકારી પૂ.સાધુ–સાઘ્વીજીઓની સેવા – વૈયાવચ્ચ માટે ફાળવે છે. ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ સ્વ. પૂ.ગુરૂદેવ શ્રી ગિરીશચંદ્રજી મ.સાહેબે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં ગાદીના ગામ ગોંડલ ખાતે ચંદ્રકાંતભાઈ શેઠને ભભવૈયાવચ્ચ રત્નભભ આપી જાજરમાન અભિવાદન કરવામાં આવેલ.તાજેતરમાં મુંબઈ ખાતે થ્ત્બ્ અનેથ્ત્વ્બ્ ના પ્રેરક પૂ. નયનપદ્મ મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠનું દાનવીર ભામાશાનું બિરુદ આપી શાહી સન્માન કરવામાં આવેલ તેમજ બ્રહ્મ સમાજ ર્ેારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠને ભભરાજકોટ ગૌરવભભ થી નવાજવામાં આવેલ છે.

માત્ર જૈન સમાજમાં જ નહીં પરંતુ અઢારે આલમમાં ચંદ્રકાંતભાઈ શેઠનું અનેરૂ યોગદાન છે. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ચેરમેન, સરગમ કલબ, વિશ્વ વણિક સંગઠન, મહાવીર સેવા ટ્રસ્ટ, જૈન ભવન, ગોંડલ સંપ્રદાય, રોયલ પાર્ક જૈન મોટા સંઘ, ભાગ્યવંતાજી ટ્રસ્ટ, પરમાત્માની પગદંડી મુખપત્ર સહિત અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. અબોલ જીવો માટે જીવદયાના કાર્યો હોય, ઉનાળામાં છાશ કેન્દ્ર ખોલવાના હોય કે માઈનોરીટી માર્ગદર્શન કેમ્પ હોય, ઐતિહાસિક આગમ પ્રકાશન હોય કે તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ હોય, સંયમી આત્માઓનો સન્માન સમારોહ હોય કે સંયમ મહોત્સવ, સંઘ જમણ હોય કે સાધર્મિક સહાય વીતરણ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચંદ્રકાંતભાઈ શેઠનું યોગદાન અચૂક હોય જ. વર્ષીતપ પારણા મહોત્સવ હોય, દીક્ષા મહોત્સવ હોય કે જૈન સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ચંદ્રકાંતભાઈ શેઠ પોતાનો પાર્ટી પ્લોટ દિવસો સુધી લાખો રૂપિયાનું ભાડુ જતું કરી નિઃશુલ્ક ઉપયોગ કરવા માટે આપી સમાજપયોગના કાર્યમાં નિમિત બને છે. સી.એમ.પૌષધશાળા, શેઠ પોષધશાળા, શેઠ આરાધના ભવન તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘ આવા શાતાકારી ધાર્મિક સંકુલોનું નિર્માણ કરી શ્રેષ્ઠ શય્યાંતરનું અનુકરણીય અને અનુમોદનીય કાર્ય કર્યું છે. વૈયાવચ્ચ ક્ષેત્રે તેઓએ એક સમ્રગ ભારતભરમાં એક આગવી અને અનોખી ઓળખ ઉભી કરી છે. ચારેય ફિરકાઓના પૂ.સાધુ–સંતો સાથે તેઓને આત્મીય નાતો છે.

આજે ચંદ્રકાંતભાઈ શેઠના જન્મ દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગર્વનર શ્રી વજુભાઈ વાળા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી વલ્લભભાઈ કથીરીયા, જૈન અગ્રણીઓ  પ્રવિણભાઈ કોઠારી, ડોલરભાઈ કોઠારી, એડવોકેટ કમલેશભાઈ શાહ, સતીષભાઈ મહેતા, સીપી. દલાલ, જીતુભાઈ બેનાણી, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાઘ્યાય, વીણાબેન શેઠ, મનોજભાઈ ડેલીવાળા સહિત અનેક અગ્રણીઓએ તેમજ રાજકોટના તમામ સંઘોશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.(મો. ૯૮ર૪૦ ૪૩૭૬૯) સંકલન :– પરમાત્માની પગદંડી પરિવાર.(૩૭.૧૨)

(3:54 pm IST)
  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST