Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

એ - વિઝન ગ્રાફીકસવાળા દિલીપભાઈ હિરપરાનો કાલે જન્મદિન

રાજકોટ : ઉપલેટા તાલુકાના અરણી ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા 'એ-વિઝન ગ્રાફીકસ'ના દિલીપભાઈ વશરામભાઈ હિરપરાનો આવતીકાલે તા.૯ના જન્મદિન છે. બાળપણથી જ કંઈક નવું સાહસ કરવાની સાહસવૃતિના પરિણામે આજે 'એ-વિઝન ગ્રાફીકસ' સૌરાષ્ટ્રનું નામાંકિત પ્રોસેસીંગ હાઉસ બન્યુ છે.

પ્રાથમિક શિક્ષણ ગામમાંથી લઈને પાંચ વર્ષ ફાઈન આટ્ર્સનો અભ્યાસ કરી અને અગ્રગણ્ય અખબારમા઼ તેમજ એડવર્ટાઈઝીંગ એજન્સીમાં અનુભવ મેળવીને પોતાના કાર્યક્ષેત્રની નિપુણતા મેળવી. વર્ષ ૧૯૯૪થી 'વિઝન ગ્રાફીકસ'ના નામથી ડિઝાઈનીંગ, પ્રિન્ટીંગ તેમજ ભારતભરના ન્યુઝ પેપર અને રેડીયો વિજ્ઞાપન ક્ષેત્રમાં સફળતાના સોપાનો સર કર્યા.

વર્ષ ૨૦૦૨ થી 'એ-વિઝન ગ્રાફીકસ પ્રોસેસ'ના નામથી પ્રિન્ટીંગ ક્ષેત્રની ફિલ્મ પ્રોસેસીંગના બિઝનેસની શરૂઆત કરી, અને તેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રોસેસીંગ ક્ષેત્રની દુનિયામાં જર્મન ટેકનોલોજીની મશીનરી વસાવીને પ્રિન્ટીંગ પ્રોસેસીંગના ક્ષેત્રમાં હરણફાળ ભરી અને સૌ પ્રથમ ઓફસેટ પ્લેટ પ્રોસેસીંગ મશીન લાવવામાં તેઓ મોખરે રહ્યા.

આધુનિક, ઝડપી અને મોર્ડન ટેકનોલોજીમય બનાવવા માટે અત્યાર સુધીમાં તેઓ જર્મની, અમેરીકા, કેનેડા તેમજ અન્ય દેશોમાં ફરીને બિઝનેસની વિશેષ જાણકારી મેળવી ઘણા જ દેશોના એકિઝબિશનમાં પણ હાજરી આપતા રહે છે.

વિઝન ગ્રાફીકસ અને એ - વિઝન ગ્રાફીકસ પ્રોસેસના પ્રણેતા દિલીપભાઈ હીરપરાને તેમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ મિત્રવર્તુળ, સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ વરસી રહી છે.(મો.૯૪૨૬૮ ૧૬૩૦૮)

(3:53 pm IST)