Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરત એ.મોણપરાનો જન્મદિવસ

ભાવનગર : સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરત એ. મોણપરાનો આજે તા. ૮ ના જન્મ દિવસ છે.

વિદ્યાદીપ વિમા યોજના તથા તાલીમ વર્ગો યોજીને ૧૦૦૦ થી વધારે બહેનોને સીલાઇ મશીનો અપાયા છે. મુળ જુનાગઢ જીલ્લાના વંથલી (સોરઠ), તાલુકાના સાંતલપુર ગામના વતની હાલ ભાવનગરને વતન બનાવી લીધુ ભાવનગર શહેરના વિકાસમાં રસ લઇ રહ્યા છે. સામાજીક સેવા કરીને જન્મ દિન ઉજવશે પરીવારમાં માતા-પિતાના આશીર્વાદ લઇ ઉજવશે તેમજ પત્ની રંજન તથા પુત્રીઓ જીજ્ઞાબેન, હીરલબેન, કુ. ભૂમિબેન સાથે જન્મદિન ઉજવશે.

(12:00 pm IST)