Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ચેરમેન ન હોય તો પણ પ્રજા માટે સદા 'સ્ટેન્ડિંગ' પુષ્કર પટેલઃ હેપી બર્થ ડે

રાજકોટઃ કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટિના પુર્વ ચેરમેન અને કોર્પોરેટર શ્રી પુષ્કરભાઇ હરીભાઇ પટેલનો જન્મ તા.૭ સપ્ટેમ્બર ૧૯૭પના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓએ આજે યશસ્વી જીવનના ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં માનતા પુષ્કરભાઇ બે ટર્મથી કોર્પોરેટર પદે ચૂંટાયેઇ છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિનાં ચેરમેન રહ્યા છે. ૧૮ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્કરભાઇ પટેલ ઉદ્યોગ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમજ કલબ યુવી, પટેલ સમાજ સેવા ટ્રસ્ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્ટ સહિતનાં વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મીત્રો, શુભેચ્છકો દ્વારા તેમના (મો.૯૮૭૯૩ ૭૭૭૭૭) પર ચોમેરથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:45 am IST)