Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જન્માષ્ટમીએ વિજય વાંકનો જન્મદિનઃ વાસળીમાંથી રેલાય છે, સેવાના સુર

રાજકોટ : મ્યુનિ. શહેરના વોર્ડ નં.૧૨માં કોંગ્રેસના કોર્પોરેટર વિજયભાઇ બાબુભાઇ વાંકનો જન્માષ્ટમીના દિવસે જન્મદિવસ છે અને તેઓ મૂળ વતન નાગાજળ તા. કાલાવડ હાલારના વતની અને હાલ ૪૬ વર્ષથી રાજકોટને જેણે કર્મભુમી બનાવી છે એવા જમીન-મકાન વ્યવસાય સાથે સંકળાયેલા અને મવડી નગર પંચાયતના પુર્વપ્રમુખ બાબુભાઇ વાંકના સુપુત્ર વિજયભાઇને વારસામાં સમાજસેવા તેમજ રાજકારણ મળેલ  છે વિજયભાઇ વાંક ગુજરાત આહીર સમાજના યુવા પ્રમુખ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પુર્વ-સ્ટેન્ડીંગ કમીટીના સદસ્ય તેમજ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર હાલ છે. તેઓએ યશસ્વી જીવનના ૩૭માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

વિજયભાઇ હાલ મવડીમાં જન્માષ્ટમી ઉત્સવ ભવ્યરીતે કોઇપણ જાતના ફંડ-ફાળો વગર યોજવામાં આવે છે તેમજ મવડી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે સર્વજ્ઞાતિનો સમુહલગ્ન યોજવામાં આવે છે અત્યાર સુધી કુલ ૫૪૦ દીકરીઓને પ્રભુતામાં પગલા માંડયા છે પરમ કૃપાળુ પરમાત્મા કાના ગોપાલના આશીર્વાદ તથા આ પરિવાર પાસે ૨૦૦ થી પણ વધારે ગોૈમાતા રાખવામાં આવી છે તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબીટીસ કેમ્પ તેમજ આહીર વીર સપૂત શ્રી દેવાયત બાપા બોદર સમિતિના ઉપપ્રમુખ પણ છે તથા માતુશ્રી રામબાઇમાં આહીર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી વગેરે સામાજિક સેવાકીય ક્ષેત્રે આદાનપ્રદાન રહયું છે. મવડીમાં કોઇપણ જરૂરીયાતમંદ પરિવારો પોતાની દીકરીના લગ્નપ્રસંગ ઘરે કરવાના હોય તો વિજયભાઇ હાલ પોતાની ઉંમર વર્ષ ૩૭ મું બેઠું છે ત્યારે પોતાના દ્વારા જરૂરીયાતમંદ પરિવારની ૩૭ વસ્તુનુ કન્યાદાન એક સોનાનો દાણો તેમજ ૩૬ સ્ટીલની વસ્તુઓનું કન્યાદાન આખું વર્ષ આપી પોતાના જન્મદિવસને સાર્થક કરશે. તેઓના જન્મદિવસે આગેવાનો, મિત્રો, શુભેચ્છકો દ્વારા (મો. ૯૮૨૪૫ ૮૦૯૮૦) પર શુભેચ્છા વરસી રહી છે.(૧.૨૦)

(3:38 pm IST)
  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST