Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રદેશ નિરિક્ષક અને

લોધિકા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મનોજ રાઠોડનો કાલે જન્મ દિવસ

રાજકોટઃ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રદેશ નિરિક્ષક મનોજ રાઠોડનો આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે.  પ્રદેશ કક્ષાએ અનેક ફરજો બજાવી લોકહિતના અને કોંગ્રેસની કાર્યપ્રણાલી તેમજ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાતા વિવિધ આયોજનોને સુપેરે પાર પાડી રહ્યા છે.

 બાળવયથી જ રાજકારણના રંગે રંગાયેલા મનોજ રાઠોડ વ્યવસાયે ખેડૂત છે.આથી, ખેડૂતોની વ્યથા અને મનોવ્યથાને સારી રીતે સમજી અને જાણી શકે છે. લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓએ લોકપયોગી કાર્ય કરીને લોકપ્રિયતા હાંસલ કરી હતી. તત્કાલિન સમયે તેઓ સમગ્ર ગુજરાતની તાલુકા પંચાયતના સૌથી નાનીવયના અને તરવરિયા પ્રમુખ તરીકે જાણીતા બન્યા હતા. ૭૧- વિધાનસભાવિસ્તારની લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગકારોની સુવિધા માટે તેઓ રાજકોટ શહેરમાં સેલ્સટેકસ ઓફિસ લાવવા આંદોલન કર્યું હતું. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા તેઓને ૨૦૦૧માં રાજકોટ જિલ્લાના પ્રભારી મહામંત્રી તરીકે નિયુકત કરાયા હતા. આ કામગીરી તેઓએ સફળતા પુર્વક પાર પાડતા પ્રદેશ સમિતિ દ્વારા ૨૦૦૭માં તેઓને જામનગર જિલ્લા વિધાનસભા-૭૯ના નિરિક્ષક  તરીકે કામગીરી સોંપવામાં આવી હતી. પુરી નિષ્ઠા અને ખંતથી કામગીરી કરતા મનોજ રાઠોડ પક્ષને કાયમ વફાદાર રહીને કામ કર્યું છે. અને, પક્ષ દ્વારા અપાતી માર્ગદર્શિકા મુજબ તેઓ સતત દરેક કાર્યમાં અગ્રેસર રહે છે. તેઓની નિષ્ઠાને ધ્યાને લઇને પ્રદેશ સમિતિ દ્વારા ૨૦૧૨માં રાજકોટ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રીનો કાર્યભાર સોંપ્યો હતો. આ પછી ૨૦૧૩માં સુરેન્દ્રનગર પાણી યાત્રાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૩માં ફરીથી જામનગર જિલ્લાના નિરિક્ષક તરીકે, ૨૦૧૪માં રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નગરપાલિકાના નિરિક્ષક તરીકે,૨૦૧૫માં ટંકારા, હળવદ,માળિયા મિયાણાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના નિરિક્ષક તરીકે, કામગીરી સંભાળ્યા બાદ પ્રદેશ સમિતિ દ્વારા ૨૦૧૬માં મોરબી અને જામનગર જિલ્લામાં આયોજિત પાણી યાત્રાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. તેઓએ ૨૦૧૬માં મહેસાણા જિલ્લાના રાધનપુર તાલુકામાં યોજાયેલી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભાના ઇન્ચાર્જ, તથા મધ્ય ગુજરાતમાં યોજાયેલી યાત્રાના વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે પણ સફળ કામગીરી બજાવી છે. તેઓ એ દ્વારકા જિલ્લાના સલાયા નગર પાલિકાની ચૂંટણીમાં પ્રદેશ કક્ષાના નિરીક્ષક તરીકે સફળ કામગીરી બજાવી હતી. અને તેઓના પ્રયાસથી સલાયામાં કોંગ્રેસ એ વિજય મેળવ્યો હતો,

 હાલમાં મનોજ રાઠોડ પ્રદેશ કોંગ્રેસ આયોજિત રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠ્ઠનના સૌરાષ્ટ્ર ઝોન-૧ના સહઈન્ચાર્જ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર રાજયના જલગાંવ શહેર જિલ્લાના નોટબંધી કાર્યક્રમના ઇન્ચાર્જ, જેતપુર વિધાનસભા-૭૪, પોરબદર જિલ્લા શહેર-જિલ્લાના નિરિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના જન્મદિવસની પુર્વ સંધ્યાએ કોંગ્રેસના રાષ્ટ્રીય,તેમજ  પ્રદેશ કક્ષાના નેતાઓ, આગેવાનો, કાર્યકરો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો,જિલ્લા   પંચાયતના પ્રમુખો, હોદેદારો,  સહિત અનેક કોંગ્રેસી મિત્રો, શુભેચ્છકો, પરિવારજનો દ્વારા તેમના મો. ૯૮૨૪૨ ૫૧૬૬૩ ઉપર શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(11:57 am IST)
  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST