Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પ્રથમ દેવીપૂજક એડવોકેટ ઉમેશભાઇ સોલંકીનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ : જાણીતા એડવોકેટ અને નોટરી શ્રી ઉમેશભાઇ જીવરાજભાઇ સોલંકીનો જન્મ તા. ૨ માર્ચ ૧૯૪૭ના દિવસે થયેલ. કાલે પ્રેરક જીવનના ૭૨માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ દેવીપૂજક પરિવાર સંઘના પ્રમુખ છે. ચાર દાયકાથી વધુ સમયથી કાયદા ક્ષેત્રે કાર્યરત છે. દેવીપૂજક સમાજમાં સૌપ્રથમ એડવોકેટ બનવાનું માન તેમણે મેળવ્યુ છે. તેઓ ૧૯૮૦ થી ૯૨ સુધી બે ટર્મ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.

શ્રી ઉમેશભાઇ સોલંકી સમાજ ઉત્કર્ષની પ્રવૃતિમાં સક્રીય રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૦૪માં રાજકોટમાં તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં યોજાયેલ દેવીપૂજક સમાજના રાષ્ટ્રીય કક્ષાના મહાસંમેલનમાં તેમણે સંયોજક તરીકે સફળ કામગીરી કરેલ. દેવી પૂજક સમાજના દેવ-દેવીના અને પૂર્વજોની અમરગાથાના વિમોચન તથા ભાદરના તટે દેવપૂજક સમાજ માટે શ્રી મોરારીબાપુની રામકથાના આયોજનમાં પણ તેમનો ફાળો મહત્વનો રહ્યો હતો. તેઓના જન્મદિન નિમિતે તેમના મો. ૯૮૯૮૪ ૭૪૮૮૪ ઉપર શુભેચ્છા પાઠવાઇ રહી છે.

(2:45 pm IST)