Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વીજ કંપનીના નાયબ ઇજનેર આર. બી. સાવલિયાનો જન્મદિન

રાજકોટઃ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર (૪૦૦ કે.વી. હડાળા) આર. બી. સાવલિયાનો જન્મ તના. ૧૦ જુન ૧૯૬રના દિવસે થયેલ બે દિવસ પહેલા પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે જાલીડા (વાંકાનેર) શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલ. ત્યારબાદ રાજકોટ, જુનાગઢ, મોરબીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

વર્ષ ૧૯૯૦ થી વર્ષ ર૦૦૧ સુધી રાજકોટ શહેર વિભાગમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવી ટ્રાન્સફોરમર ફેલ્યુર રેશીયા ૧૭.૩% હતો તેમાંથી વર્ષ ર૦૦૧ સુધીમાં પ.૩% સુધી ઘટાડેલ ત્થા ૧૧ કેવી ફિડરોની કુલ સંખ્યા ર૩ હતી તે વધારીને ૧૧૩ ફિડરો પ્રસ્થાપિત કરી શહેરને ગુણવત્તાસભર અને વિના વિક્ષેપ પાવર મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવેલ ૬૬ કેવી વિજ સબ સ્ટેશનો પ નંગ હતા તે વર્ષ ર૦૦૧ સુધીમાં રર નંગ ત્થા રર૦ કેવી-૧ નંગ અને ૪૪૦ કેવી ૧ નંગ નવા સબ સ્ટેશનો બનાવવા અથાગ મહેનત કરવામાં આવેલ.

હાલમાં વર્ષ ર૦૦ર થી નાયબ ઇજનેર તરીકે બઢતી મેળવી પડધરી સ.ડી.માં કાર્યરત હોય તે દરમ્યાન સરકારની 'જયોતિગ્રામ' યોજના હેઠળ ગુજરાત રાજયનું પ્રથમ ૧૧ કેવી તરઘડી ફિડરને પ્રસ્થાપિત કરી ગામડાઓમાં ર૪ કલાક વીજળીનો આરંભ કરવામાં આવેલ.

વર્ષ ર૦૦૪ થી નાયબ ઇજનેર તરીકે જેવો સંસ્થાના જુદા જુદા સબ સ્ટેશનો જેવા કે દુધસાગર, વાજડી અને હાલમાં ૪૦૦ કેવી હડાળા ખાતે઼ સેવા આપેલ છે.જી.ઇ.બી. એન્જીનીયર્સ એસોસીએશનમાં વર્ષ ર૦૧૦ થી જેટકો સંસ્થામાં ''જનરલ સેક્રેટરી'' તરીકે હોદાની રૂએ ગુજરાતભરના ઇજનેરો અને કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નોની સંસ્થાઓ અને સરકારશ્રીમાં રજુઆતો કરી નિરાકરણ કરવામાં આવેલ છે. હજુ ''જીબીયા''માં જેટકોના જનરલ સેક્રેટરી તરીકે છેલ્લી ત્રણ ટર્મથી બિનહરીફ વરણી થયેલ છે.

(4:08 pm IST)