Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગોંડલ પાલીકાના વોર્ડ નં. ૧૧ ના સદસ્ય પ્રવિણાબેન વઘાસીયાનો જન્મદિન

ગોંડલ તા. ૧રઃ નગરપાલીકા વોર્ડ નં. ૧૧ ના સદસ્ય તેમજ ભાજપ કાર્યકર પ્રવિણાબેન જયસુખભાઇ વઘાસીયા આજે જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. મિત્ર વર્તુળો અને શુભેચ્છકો તેઓના મો. ૯૦૩૩૪ ૧૦૧૦૮ ઉપર જન્મ દિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:39 am IST)
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST