Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

શહેરી મિશન ડીરેકટર એચ.સી. મોદીનો જન્મદિન

રાજકોટઃ. નેશનલ અર્બન લાઈવલીહુડ મિશનના ગુજરાતના નિયામક શ્રી એચ.સી. મોદીનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૮ જૂને થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, શાળાઓ માટેના કમિશનરની કચેરીમાં સંયુકત નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૪૨૬૩ ૭૧૨૫૫ - ગાંધીનગર

(11:46 am IST)
  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST