Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ઉર્જા મંત્રીના પી.એસ.ની ઝળહળતી કારકીર્દિઃ વાય.પી. જોષીનો જન્‍મદિન

રાજકોટઃ. ગુજરાતના ઉર્જા પ્રધાન સૌરભ પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી યશવંત પી. જોષીનો જન્‍મ તા. ૭ જૂન ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

શ્રી વાય.પી. જોષી ભૂતકાળમાં રાજકોટ સ્‍ટેમ્‍પ ડયુટીમાં નાયબ કલેકટર, ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, તત્‍કાલીન ગ્રામ વિકાસ મંત્રી મોહનભાઈ કુંડારિયાના અંગત સચિવ, વેટના અધિક કમિશનર, રૂરલ ઈન્‍ડસ્‍ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. કાયદા ક્ષેત્રે ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૧૫૨

મો. ૯૯૭૮૪ ૦૫૮૧૮ - ગાંધીનગર

(11:46 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST