Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

જુની પેઢીના જૈન અગ્રણી રજનીભાઇ બાવીસીનો જન્મદિનઃ ૮૬મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જૂની પેઢીના જૈન અગ્રણી રજનીભાઇ જી. બાવીસીએ ૮પ વર્ષ પુર્ણ કરી આજે ૮૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

રજનીભાઇ હંમેશા ધાર્મિક, સામાજિક, પારિવારીક કાર્યોમાં અગ્રેસર છે. દેશ-વિદેશમાં લોકપ્રિય શાસન પ્રગતિ (માસિક પત્ર) ના મેનેજીંગ તંત્રી છે. તો જૈનાગમ પ્રકાશન સમિતિમાં માર્ગદર્શક છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખપદે સેવા આપી ચૂકયા છે.

ગોંડલ સંપ્રદાયની સમિતિમાં તેમજ રાજકોટ જૈન મોટા સંઘમાં અનન્ય યોગદાન છે.

વિરાણી બહેરા-મુંગા શાળાના પ્રમુખપદે કાર્યરત છે. રિલાયન્સના સ્થાપક શ્રી ધીરૂભાઇ હીરાચંદ અંબાણી સાથે એક જ રૂમમાં ૬ વર્ષ સુધી એડનમાં મિત્ર બનીને રહયા છે.

શ્રી ઇન્દ્રપ્રસ્થનગર શ્રી વૈશાલીનગર, શ્રી રામકૃષ્ણનગર, પ્રહલાદ પ્લોટ વગેરે સંઘોમાં કાર્યરત છે.

શ્રી વર્ધમાન વૈમાવેચ કેન્દ્રનો પ્રારંભ ૧૯૯૬ માં થયા બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઉપાશ્રય, વિહારધામ નિર્માણ થવા પામેલ છે. તેઓને આજે મો. ૯૩ર૮૧ ૩૦૦૩૩ નંબર ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:36 pm IST)