Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બડે અચ્‍છે લગતૈ હૈ, યે ધરતી, યે નદિયા ઔર યે નેતા

આપણા મલકના મશહુર માનવી સિધ્‍ધાર્થ પરમારઃ હેપ્‍પી બર્થ ડે

જિંદગી કાંટો કા સફર હૈ,

હોસલા ઇસકી પહચાન હૈ,

રાસ્‍તે પર તો સભી ચલતે હૈ,

જો રાસ્‍તે બનાયે વહીં ઇન્‍શાન હૈ.

ઉપરોકત પંકિત ભૂતપૂર્વ ધારાસભ્‍ય શ્રી સિધ્‍ધાર્થ એમ. પરમારની કાર્યશૈલીને લાગુ પડે છે. તેમણે વર્ષોથી ખુમારીથી જાહેર જીવનમાં પોતાનું સ્‍થાન ટકાવ્‍યુ છે. તેમનો જન્‍મ તા. પ જુન ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે ૪૯ માં વર્ષનાં વ્‍હાલથી વધામણા કર્યા છે. ભૂતકાળમાં શહેર ભાજપના મંત્રી અને કોર્પોરેટર પદે રહી ચૂકયા છે. તેઓ રાજકારણમાં કોઇ પદ પર હોય કે ન હોય, ‘વટ' યથાવત રહ્યો છે. ખારા પાણીનો દરિયો બનીને ઘુઘવવા કરતા મીઠા પાણીનું ઝરણું બનીને ખળખળ વહેવામાં તેને આનંદ છે. શબ્‍દોને ચોળવા' કરતા ચોડવા' માટે જાણીતા છે. રાજનીતિ કા તારા, ન ઢલે ઐસા સિતારા...

મો. ૯૮૯૮પ  ૦૭૭૦૩ રાજકોટ

(11:40 am IST)