Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી.ના વાઇસ પ્રેસીડેન્‍ટ યોગેશભાઇ પાઠકનો જન્‍મદિન

ભાવનગર, તા., ૫: ચોરવાડમાં કર્મકાંડ કરાવતા અને હાલ મુંબઇ નીવાસી પ્રખર શીવભકત રીલાયન્‍સ ઇન્‍ડ. લી.ના વાઇસ પ્રેસીડેન્‍ટ યોગેશભાઇ પાઠકનો આજે બુધવાર તા.પ-૬-ર૦૧૯ના રોજ જન્‍મદિવસ છે. સમાજ પાસેથી એમને જે પ્રાપ્ત થયું તેનાથી અનેક ગણુ સમાજને પરત બક્ષનાર યોગેશભાઇ અન્નદાન, જરૂરીયાતમંદ સહાય કંઇ કેટલાય વર્ષોથી બીજા હાથને પણ ખ્‍યાલ ન આવે એ ચોકસાઇ રાખી માનવમાત્રની સેવા કરી રહયા છે. તેઓ હંમેશા કહે છે  નામ કોતરાવવું હોય તો મંદિરના પગથીયામાં કોતરાવો જેથી દર્શનાર્થીઓની ચરણરજ એની પર પડયા કરે યોગેશભાઇ પાઠકના મો. ૯૮૬૭ ૬૧પ૪૭૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(11:37 am IST)