Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સફળ પ્રભારી

રાજકીય પર્યાવરણમાં વટવૃક્ષ નરહરિ અમીનઃ હેપ્પી બર્થ ડે

કુટુંબ કબીલોઃ શ્રી નરહરિ અમીન, શ્રીમતી નીતાબેન અને સુપુત્ર ચિ. વરૂણ

રાજકોટ તા.પ : ગુજરાતના જાહેર જીવનમાં દાયકાઓથી ધબકતા અને ઝબકતા નેતા શ્રી નરહરિ અમીન આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સાથે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. તેમનો જન્મ ૧૯પપ ના વર્ષની પ જુને થયેલ. આજે તેમના જીવનના ૬પ માં વર્ષનો પ્રથમ દિવસ ઉગ્યો છે.

અમદાવાદ નિવાસી શ્રી નરહરિ અમીન માત્ર ૩૯ ર્ષની ઉંમરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. હાલ રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ છે. ગઇ લોકસભાની ચૂંટણીમાં તેમણે રાજકોટ બેઠકના પાર્ટી પ્રભારી તરીકે સફળ ભૂમિકા કરેલ. ગુજરાત ક્રિકેટ એશો.ના પ્રમુખ તરીકે તેમણે રમત ગમત ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ. સહકારી ક્ષેત્રમાં પણ તેમની નામના છે. હીરામણિ શૈક્ષણિક સંકુલ તેમની યશકલગીનું આકર્ષક છોગુ છે. જીવનસંગીની શ્રીમતી નીતાબેન અમીને તેમના જીવનની રંગોળીમાં સુખના રંગ પૂર્યા છે. સ્નેહ, સમજણ અને સહકારથી તેમના સબંધોનું વર્તુળ હંમેશા વિસ્તરતુ રહ્યું છે. આજે જન્મદિન નિમિતે ચોમેરથી તેમના પર શુભેચ્છા વરસી રહી છે.  અમીનજી તુમ તો ખુશ્બુ હો, બિખરતે રહો, હવાઓમેં...

ફોન નં. ૦ર૭૧૭-ર૪રપ૦પ મો.૯૮રપ૦ ૦૬૬૬૭ અમદાવાદ

(11:31 am IST)