Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સેવા કે પથ પર ચલને કા કામ હૈ,વિજય કારિયા નામ હૈઃ હેપી બર્થ ડે

રાજકોટઃ. શિસ્ત, સેવા અને સહકારના ભાવથી રચનાત્મક પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેતા જાણીતા રઘુવંશી અગ્રણી શ્રી વિજય કારિયા આજે સાત્વિક જીવનના ૬૯માં વર્ષના ઉંબરે પહોંચ્યા છે. તેમને શુભેચ્છકો શુભેચ્છાથી ભીંજવી રહ્યા છે. (જન્મ તા. ૪ જૂન ૧૯૫૧).

અમૂલ ડેરીના ડેપોના રાજકોટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા તેમજ રાજકોટ નાગરિક સહકારી બેન્કના કમિટી મેમ્બર, ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ટેઝ અને સ્ક્રીન એવોર્ડ મુંબઈના સૌરાષ્ટ્રના પ્રોગ્રામર, સર્જન ફાઉન્ડેશનના ટ્રસ્ટી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પૂર્વ મીડિયા અધ્યક્ષ તેમજ લોહાણા મહાપરિષદ કારોબારી સભ્ય, લોહાણા યુથ ડેમોક્રેસી ચેરમેન વિગેરે સંસ્થાઓ સાથે રહી વિવિધ સામાજિક  કાર્યો થકી સામાજિક અને ધાર્મિક પ્રવૃતિઓમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પરમાર્થ કે પથ પર ચલને કા કામ હૈ, વિજય કારિયા નામ હૈ...

મો. ૯૮૭૯૫ ૫૦૧૦૫ રાજકોટ

(11:37 am IST)