Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સિખ રહા હું મૈં ભી, મનુષ્‍યો કો પઢને કા હુન્‍નર સુના હૈ ચહેરે પે કિતાબો સે જયાદા લિખા હોતા હૈ !

અર્જુન ખાટરિયાનો હર ધબકાર કોંગ્રેસ કાજે, જન્‍મદિન આજે

રાજકોટ તા. ૪ : ગિરના ભી અચ્‍છા હૈ,

ઔકાત કા પતા ચલતા હૈ, બઢતે હૈ

જબ હાથ ઉઠાને કો, અપનો કા

પતા ચલતા હૈ... આ કાવ્‍ય પંકિત જેવો ભાવ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્‍ય અને પૂર્વ કારોબારી અધ્‍યક્ષ શ્રી અર્જુન ઘનશ્‍યામભાઇ ખાટરિયાની રાજકીય કારકીર્દિ સાથે સુસંગત છે. આ ભવમાં અનેક અનુભવ કરતા-કરતા આજે શાનદાર જીવનના ૪૪માં વર્ષના દરવાજે ટકોરા માર્યા છે. (જન્‍મ તા.૪ જુન ૧૯૭૬)

શ્રી અર્જુન ખાટરિયા ગોંડલ પંથકની મોવૈયા બેઠક પરથી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્‍ય તરીકે ચૂંટાયા છ.ે તેમના મર્ધપત્‍ની કોટડાસાંગાણી બેઠક પરથી ચૂંટાઇને જિલ્લા પંચાયતનું પ્રમુખપદ સંભાળી રહ્યા છ.ે રબને બના  દી જોડી....જિલ્લા પંચાયતના રાજકારણમાં તેઓ સંઘર્ષનો પર્યાય બની ગયા છે. પડકારોના પથ્‍થરોમાંથી સફળતાના શિલ્‍પ કંડારવાનું તેમને ફાવી ગયું છે. તેમની નિયમિત હાજરીએ જિલ્લા પંચાયતની રાજકીય પાંખને ધબકતી-ઝબકતી રાખવામાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો છે. પક્ષપલ્‍ટાના આડા-અવળા ડામર રોડ પર જવાના બદલે તેમણે વફાદારીનો સીધો ‘ધૂળિયો' માર્ગ જાળવી રાખીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે શુભેચ્‍છકોએ તેમના પર શુભેચ્‍છાના વાદળો વરસાવ્‍યા છ.ે

મો. ૯૭૧૪૦ પપપપપ રાજકોટ

(10:35 am IST)