Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

જામખંભાળિયાના પૂર્વ પ્રાંત અધિકારી

આરોગ્‍ય મિશન ડીરેકટર ગૌરવ દહિંયાનો જન્‍મદિન

રાજકોટ તા. ૩ : ગુજરાતના રાષ્‍ટ્રીય ગ્રામીણ આરોગ્‍ય અભિયાનના નિયામક ડો. ગૌરવ દહિંયા (એમ.બી.બી.એસ.) માટે આજે વિશેષ યાદગાર દિવસ ઉગ્‍યો છે. તેમનો જન્‍મ તા. ૩ જુન ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

મૂ ળ હરિયાણાના વતની અને ર૦૧૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી શ્રી ગૌરવ દહિંયા અગાઉ જામખંભાળિયામાં પ્રાંત અધિકારી પાટણ અને બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્‍ય તેમજ વન-પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-ર૩રપ૦૧પ૧ મો.૯૮રપપ ૮૪૧૦૯ ગાંધીનગર

(11:06 am IST)
  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST