Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

માહીતી ખાતાના સહકારી મંડળીના ઉપાધ્યક્ષ બી.ટી.ઠુમ્મરનો આજે જન્મદિવસ

જેતપુર,નવાગઢ તા.૧: માહીતી ખાતાના સહકારી મંડળના ઉપાધ્યક્ષ ભુપેન્દ્રભાઇ ઠુમ્મરનો આજે જન્મદિવસ છે.

બી.ટી.ના કલાસણાના નામથી ઓળખાતા ભુપેન્દ્રભાઇ જેતપુરના વતની છે તે પૂ.પા.જલારામબાપાના ધામ એવા વીરપુર ગામે ગુજરાત સરકારના માહીતીખાતામાં ફરજ અદા કરી રહ્યા છે પરિશ્રમ, નિષ્ઠાપૂર્વક કામને પોતાની ફરજને સર્વોપરી માનતા ઠુમ્મર સતકાર્ય કરવાની ઉમદા કાર્ય કરે છે તેઓ ઇન્ડીયન પ્રથ કલબ, બાલયોગી હનુમાનજી મંડળ (ધોરાજી) પટેલ સેવા સમાજ, માનવ કલ્યાણ પરીષદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ જેવી અનેકો સંસ્થામાં સેવાઓ પુરા ખંતથી નીભાવી રહ્યા છે. સહુનું ભલું થાય તેમ જોવુ. બીજાને થાય તેટલી મદદ કરવી તેવુ જીવન જીવતા બી-ટી ઠુમ્મરને તેમના જન્મદીનની મોબાઇલ નંબર ૯૪૨૬૯ ૩૦૪૦૯ ઉપર શુભેચ્છા રૂપી ઘંટડીનો રણકાર સતત વાગી રહ્યો છે.

(2:09 pm IST)