Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રા.લી.ના ચેરમેન રામભાઈ મોકરીયાનો આજે જન્મદિવસ

૬૩માં વર્ષમાં તાજગીભર્યો પ્રવેશ

રાજકોટ : ગુજરાતની ગરવી ધરા ઉદ્યોગ સાહસીકોની જન્મદાત્રી છે. મહાન રાજપુરૂષો, સંતો - મહંતો અને પ્રતિભાશાળી વ્યવસાયિકોની ભૂમિ છે. દેશની નંબર વન કુરીયર કંપની શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રા.લી.ના ફાઉન્ડર ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનું નામ પણ ઉદ્યોગ સાહસીકોની આ યાદીમાં અગ્રતા ક્રમે લઈ શકાય.

દેશભરની મોખરાની કુરિયર કંપની શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રા.લી.ના ચેરમેન, ભાજપ પ્રદેશ અગ્રણી, બ્રહ્મ સમાજના આગેવાન શ્રી રામભાઈ મોકરીયાનો આજે ૧ જૂન રવિવારના રોજ જન્મદિવસ છે. ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશતા રામભાઈ 'કર્મ એ જ ધર્મ'ની શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની ઉચ્ચ ફિલોસોફીને અનુસરીને આજે પણ બિઝનેસ અને સોશ્યલ એકિટવીટીમાં દેશ-વિદેશમાં સતત પ્રવાસ કરી યુવાનોને શરમાવે તેવી તાજગીથી સતત કાર્યરત છે.

વિદ્યાર્થી કાળથી જ સંઘની વિચારશૈલીને વરેલા રામભાઈ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને બાદમાં જનસંઘ અને ભાજપમાં કાર્યરત રહ્યા છે.

કુરીયરના વ્યવસાય થકી પોરબંદર પંથકના સેંકડો બ્રહ્મસમાજના યુવાનોને રોજગારી પ્રદાન કરવાના શ્રી રામભાઈ મોકરીયાના હંમેશા પ્રયાસો રહ્યા છે. બ્રહ્મસમાજમાં રોજગારીની અછત અને બિઝનેસ માટે જુજ તકો વચ્ચે રામભાઈ મોકરીયાએ ૧૯૮૫થી કુરીયરમાં સેંકડો અર્ધશિક્ષિત યુવાનોનું યંગ ટેલેન્ટનું હીર પારખી તેમની સુષુપ્ત શકિતઓને જાગૃત કરી કોઈ જાતના રોકાણ કે જોખમ વગર 'બ્રાન્ડેડ બિઝનેસ'ની એક સુવર્ણ તક આપી. આ યુવાનોને શ્રી મારૂતિ કુરિયર સર્વિસ પ્રા.લી.ની સાથે જોડી ઈન્ડિયાના મેટ્રોસીટીમાં બિઝનેસમેનનું સ્ટેટસ અપાવ્યુ અને તેઓ આજે માસિક રૂ.૧૦૦૦૦થી લઈને ૧૫ લાખ સુધીની આવક પ્રાપ્ત કરી રહ્યા છે અને પોતાના પરીવારને વ્યવસાય તરફ આગળ લઈ જઈ રહ્યા છે.

આજે તેમના બાળકો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે. આ રીતે તેમણે સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્રાંતિનું નિર્માણ કર્યુ. છેલ્લા પાંચ વર્ષથી કંપનીનું વિસ્તૃતિકરણ થવાથી દરેક વર્ગના અનુભવી અને વિશ્વાસુ કેન્ડીડેટને પણ ઈન્વેસ્ટમેન્ટ વગર માત્ર સમય, મહેનત અને સમજણ આ બિઝનેસમાં જોડાવવા સુવર્ણ તક આપી રહ્યા છે.

શ્રી મારૂતિ કુરિયર સર્વિસ પ્રા.લી.એ તેના યશસ્વી વિકાસના ૩૩ વર્ષ પૂર્ણ કર્યા, કુરીયર ક્ષેત્રે ૩૩ વર્ષ પૂર્ણ કરનાર એકમાત્ર ઈન્ડિયન કુરીયર કંપનીનું શ્રેય મેળવેલ. ટીમ અને ટેકનોલોજી તે શ્રી મારૂતિ કુરિયર સર્વિસમાં ટીમ વર્ક અને ટેકનોલોજી પર મહત્તમ ભાર મૂકીને શ્રી મારૂતિ કુરિયર સર્વિસને વિકસતા ભારતની અર્થવ્યવસ્થામાં એક ધોરી નસ સમાન પુરવાર કરી. મારૂતિ એટલે કુરિયર અને કુરિયર એટલે મારૂતિ તે તેની લોકપ્રિયતાનું પ્રતિક છે.

શ્રી મારૂતિ કુરિયર સર્વિસ પ્રા.લી. દ્વારા ૭૦૦૦ યુવા સ્ટાફ કાર્યરત છે. ઉપરાંત શ્રી રામભાઇ મોકરીયાએ લોજીસ્ટીક, લેન્ડ ડેવલોપમેન્ટ અને હોટલ વ્યવસાયમાં ડાયવર્સીફીકેશન કરેલ છે. તેની સાથે શ્નશ્રી મારૂતિ ગૃપલૃ૮૫૦૦ કુટુંબોની આજીવીકા એને ઉત્કર્ષનો એક સ્ત્રોત છે.

રામભાઇ મોકરીયાના બન્ને યુવાન પુત્રો અજય મોકરીયા-એમ.ડી. અને મૌલિક મોકરીયા-જોઇન્ટ એમ.ડી. પણ કુરિયર અને લોજીસ્ટીક ઇન્ડસ્ટ્રીના વૈશ્રીક પ્રવાહોથી વાકેફ છે અને વ્યવસાય અર્થે વિશ્રની સફર ખેડી રહયા છે, હાલમાં તેઓ બન્ને રામભાઇની રાહબરી નીચે શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી.નું સુકાન સંભાળી રહ્યા છે. અને કંપનીની ગોલ્ડન જયુબેલી તરફની ગતિશીલતાને વેગ આપી રહ્યા છે.

રામભાઇ મોકરીયા પોરબંદર અને રાજકોટમાં સેવા પ્રવૃતિને વેગ આપવા હંમેશા તત્પર રહ્યા છે. વતન પોરબંદરમાં બ્રહ્મસમાજના ઉત્કર્ષ માટે શૈક્ષણીક સહાય, સમૂહ લગ્ન, રકતદાન, સેવા યજ્ઞ જેવા કાર્યક્રમોનું આયોજન કરતાં રહે છે. તેમના જન્મ દિવસે વિશાળ શ્રી મારૂતિ કુરીયર પરિવાર, બહોળો મિત્ર વર્ગ, રાજકીય અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ, અધિકારીશ્રીઓ વિગેરે તરફથી તેમના મો. ૯૯૨૫૧ ૧૮૯૯૯ ઉપર જન્મદિવસની શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.

(2:08 pm IST)
  • નવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST