Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

રાજકોટ શહેર ભાજપ મહિલા મોર્ચાના મંત્રી દક્ષાબેન વસાણીનો કાલે જન્મદિવસ

રાજકોટ તા.૧: કયારેય કોઇ પણ પ્રકારના લાભ કે યશની અપેક્ષા રાખ્યા વગર રાજનીતી જેવા કપરા ક્ષેત્રમાં માત્રને માત્ર નિઃસ્વાર્થ સેવા થકી પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી અને લોહાણા જ્ઞાતિના મહિલા અગ્રણી દક્ષાબેન ભરતભાઇ વસાણીનો આવતી કાલે જન્મદિવસ છે.

અડગ-નીડર અને સહનશીલ નારી એટલે દક્ષાબેન વસાણી.

જીવનની તમામ આપતીઓ સામે ઝઝુમી પોતાનું ઘર-કુટુંબ સાચવી પતિ સાથે ઉભા રહી પોતાના પરીવારને કે સગા સ્નેહીઓને આગળ લઇ જવા તેમણે હંમેશા બધાને મદદ કરી છે.

સતત કામ મને ઇંધણ પુરૂ પાડી સારા કાર્યો કરવા પ્રેરણા આપે છે તેવુ માનતા શ્રીમતી દક્ષાબેન ભરતભાઇ વસાણી ભારતીય જનતા પક્ષના અદના સૈનીક છેઅને પક્ષની વર્ષોથી નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે.

તેઓ હંમેશા નાના લોકોના કામમાં દોડી તેમને કેમ મદદરૂપ થવાય તેવી ભાવના સાથે કામ કરી રહ્યા છે.

કાલે તેમના જન્મદિવસ નિમિતે આજથીજ મો.નં.૯૪૨૬૮ ૧૭૯૨૫ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(11:49 am IST)