Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

નયી આશાઓ કા દીપ જલે, અહર્નિશ શુભકામના મિલે

ઉતર ગુજરાતની રાજકીય ધરી શંકર ચૌધરી.. હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના રાજકારણમાં જાણીતા અને ઉતર ગુજરાતના રાજકારણમાં નિર્ણાયકો પૈકીના એક શ્રી શંકર ચૌધરીનો જન્મ તા. ૧ જુન ૧૯૭૦ના દિવસે થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

ઉતર ગુજરાતના રાધનપુરના મૂળ વતની શ્રી શંકર ચૌધરી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન છે. ભૂતકાળમાં રાજયમાં આરોગ્ય, પર્યાવરણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ વગેરે વિભાગોના પ્રધાન તરીકે કામગીરી કરી ચૂકયા છે. ભાજપ સંગઠનમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ, પાર્ટીના પ્રદેશ મહામંત્રી વગેરે પદ પર ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. પ્રભાવશાળી વકતા છે. રાજય સહકારી બેંકમાં વાઇસ ચેરમેન છે. રાજકારણમાં પદ કરતા 'કદ' મોટુ હોવાનું તેમણે સિદ્ધ કરી દીધું છે.

મો. ૯૮રપ૩ ૧૩૧૯૯, ગાંધીનગર (૮.પ)

(11:42 am IST)