Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયાનો આજે જન્મદિન ૪૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ શહેર ભાજપના મંત્રી તેમજ માધવ એન્ટરપ્રાઇઝના માલીક શ્રી રઘુભાઇ ધોળકીયાનો આજે તા.૧ માર્ચના સોમવારના રોજ જન્મદિવસ છે. તેઓ જીવન સફરના ૪૭ વર્ષ યશસ્વી રીતે પુર્ણ કરી ૪૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે અને સેવાકીય કાર્યો કરતા અને ખુબ નાની ઉંમરથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા ઉત્સાહી અને તરવૈયાઓ વ્યકિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં બાલ્યા અવસ્થાથી જોડાયેલ છે. તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખુબ ઉત્કૃષ્ઠતાથી કામગીરી બજાવી નાની ઉંમરે ખુબ મોટી જવાબદારીઓ નિષ્ઠાપુર્વક નિભાવી છે અને સાથોસાથ અનેક સામાજીક સંસ્થાઓ સાથગે જોડાઇ સમાજ સેવાને જીવનમંત્ર બનાવી આગળ વધી રહયા છે. જાહેર જીવનમાં મળતાવડાપણું એમની આગવી ખાસીયત છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુબ ચાહના મેળવી છે. તેઓ છેલ્લા ૧૮ વર્ષથી સમાજના સમુહલગ્નનું આયોજન કરે છે. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરે છે. જાહેર જીવનમાં અનેક પ્રશ્નો પરત્વે સજાગતા દાખવીને પ્રશ્નો ઉકેલવામાં સફળતા  મેળવી છે. તેમજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહયા હોવાથી પાર્ટીમાં અનેકવિધ જવાબદારીઓ નિષ્ઠાપુર્વક સંભાળી રહયા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે સંતો-મહંતો, પાર્ટી તથા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સમર્થકો દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૮ર૪પ ૪૧૪૧૧ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(4:28 pm IST)