Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૧ : સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શહેર યુવા કોંગ્રેસના મંત્રી ગોપાલભાઇ બોરાણાનો આવતી કાલે જન્મ દિવસ છે. ગોપાલભાઇ બોરાણા યશસ્વી જીવનના ર૯ વર્ષ પૂર્ણ કરી મંગલમય જીવનના ૩૦માં વર્ષમાં પ્રવેશ કરશે. સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપાલભાઇ બોરાણાની આગેવાનીમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદ લોકો માટે અન્નક્ષેત્ર સેવા યજ્ઞ થકી સેવાકીય કાર્ય કર્યું હતું. ગોપાલભાઇ બોરાણાના જન્મ દિવસે તેમના મિત્રો અને સ્નેહીજનો તેમના મો.નં. ૯૭ર૬૦ ૦૦૦૪૪ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:07 pm IST)