Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વકીલોમાં લોકચાહના ધરાવતા ઇશ્વર ગરીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૯:  રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, સિવિલ કોર્ટમાં એડવોકેટ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા યુવા એડવોકેટ ઇશ્વર જી. ઝરીયાનો આજે જન્મ દિવસ છે. નાનાપણથી જ ખુબ જ મહેતનતું અને સરળ સ્વભાવ ધરાવતા યુવા એડવોકેટ કોર્ટમાં ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે.

ખાસ કરીને પોતાના લોધા ક્ષત્રિય સમાજના કાનૂની પ્રશ્નો કે જાહેર પ્રસંગોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા ધારાશાસ્ત્રી તરીકે ખુબજ ટુંકા સમયની વકીલાતમાં પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી આગવી છાપ ઉભી કરેલી છે.આજરોજ તેમના જન્મ દિવસ નિમિત્તે વકીલ મિત્રો, સ્નેહીઓ, સગાવ્હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. ૯૭૧૪ર ૦૦૧૭૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:46 pm IST)