Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાનો જન્મદિન

વઢવાણ, તા. ૭ : પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાનો આજે જન્મદિન છે તેઓ ૬૬ વર્ષ પૂર્ણ કરી અને ૬૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ માનવ માટે માનવ ધર્મમાં કયારેય પાછી પાની કરી નથી. નાના-મોટા તમામ વર્ગોના લોકો માટે આજે પણ ધનરાજભાઇ કૈલાની એક આગવી ઓળ બનેલી છે. રાજ અને રાજકારણ આ બંને એમના જીવનમાં રહેલા છે.  સાથોસાથ જનતાની સેવા કરવાનું મધ્યમ પોતે ગણાવે છે. રાજકોટ નાગરિક બેન્કમાં ચેરમેન પદે રહી અને મહિલાઓને પગભર બનાવી બેંકમાં પણ એ ચેરમેન પદે રહી લોકોના સારા નરસા કાર્યો કરી એકને પણ સરકાર બનાવી લોકોમાં વિશ્વાસ સાથે રાજકોટ નાગરિક બેંક પણ ખાતેદારો વધ્યા વિકાસ વધ્યો છે. ધનરાજભાઇ કૈલા આજે એમની પાસે રપ કરતા પણ વધુ ગાયોની સારસંભાળ રાખી રહ્યા છે જે પોતે ગૌ ધર્મ બજાવવામાં પણ સફળ રહ્યા છે. પરિવારજનો દ્વારા તેમના જીવનકાળ સુખ અને સમૃદ્ધિ પૂર્વક પસાર થાય તેવી ઇશ્વર પાસે આજે પ્રાર્થના કરી અને શુભેચ્છકો ચાહકો દ્વારા તેમના ફોન નંબર ૯૮રપ૦ ૬૮૦૯૮ જન્મદિનની શુભકામના વરસાવી રહેલ છે.

(12:43 pm IST)