Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ચુંવાળીયા કોળી સમાજ ગુજરાતના પ્રમુખ વિરજીભાઇ સનુરાનો જન્મ દિવસ

રાજકોટ ૬ : સમાજ સેવાના ભેખધારી રાજકોટ ચુંવાળીયા કોળી બોર્ડીંગ, સંત વેલનાથ સમૂહલગ્ન સમિતિ તથા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના ૨૫ વર્ષથી સેવા આપી રહેલ ચુંવાળીયા કોળી સમાજ ગુજરાતના પ્રમુખ વિરજીભાઇ કે. સનુરાનો આજે જન્મ દિવસ છે. રાજકીય ક્ષેત્રથી અલિપ્ત રહીને લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતા વિરજીભાઇ સનુરા (મો.૯૬૨૪૯ ૯૯૯૬૨) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:41 am IST)