Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદના સેવાભાવી અગ્રણી ડો. શ્યામભાઇ શેઠનો જન્મદિન

ધોરાજી, તા. ૪ :  અમદાવાદના સેવાભાવી ડો. શ્યામભાઇ શેઠનો આજે જન્મદિવસ છે.

તેઓ જન્મદિવસે વધુ દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ કરેલ છે. ગુજરાત રાજસ્થાન તેમજ અન્યો રાજયમાં વિનામૂલ્યે ફાટેલા હોઠ અને તાળવાના સર્જીકલ કેમ્પો કરી બાળકોનો ૧૦ હજાર કરતા વધારે વિનામૂલ્યે ઓપરેશનો કરી બાળકોના જીવનમાં સ્મીત આપેલ તે બદલ ગુજરાત સરકાર દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ધરતી ર૮૧ એવોર્ડથી સન્માનિત કરેલ અને તેની સેવાઓને બીરદાવેલ હતી. ધોરાજીના માનવ સેવા યુવક મંડળ દ્વારા પણ ડો. શ્યામ શેઠને સન્માનિત કરેલ હતા. તેમને જન્મદિને મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(11:23 am IST)