Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૂધાણીનો જન્મદિન

પોરબંદર તા.૧૯: બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ તથા લોહાણા ઇન્ટરનેશનલ સમાજના પર્યાવરણ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ ભરતભાઇ રૂધાણીનો આજે જન્મદિન છે તેઓ ૬૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ અનેકવિધ સેવાકીય તેમજ પર્યાવરણીય નેચર ફોટોગ્રાફી, નેચર અવેરનેરા, નેચર કન્ઝર્વેશનની સતત પ્રવૃતિઓ સ્કૂલો - કોલેજોમાં પર્યાવરણના પ્રોગ્રામો નિયમિત કરતા રહે છે તેઓને નેચર ફોટોગ્રાફીમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇનામો મળેલ છે વૃક્ષારોપણએ એમનો જીવનમંત્ર છે. ભરતભાઇ રામવાડી અન્નક્ષેત્રમાં નિયમિત માનદ સેવા આપે છે તેમજ દાનભુવન અન્નક્ષેત્ર તથા સત્યનારાયણ મંદિર તેમજ શ્રીનાથજી મેરેજ બ્યુરોમાં પણ માનદ સેવા આપેલ છે. તેમને જન્મદિને શુભેચ્છાઓ મો.૯૮૨૫૦ ૧૪૦૨૫ ઉપર મળી રહેલ છે.

(11:43 am IST)