Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

શિવાય ગ્રુપના ચેરમેન દિપક ટાંકનો જન્મદિન : ૩૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શિવાય ગ્રુપના ચેરમેન અને કે.એન્ડ કે. દાંડીયા રાસ કલાસીસના ઓનર દિપક ટાંકનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ શ્રી બાલાજી મંદિર, આપાગીગાના ઓટલા તેમજ રામનાથ મહાદેવના ભકતગણ છે. તેમજ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટમાં જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સમાજના કાર્યો કરી રહ્યા છે. દિપકભાઈના જન્મદિવસે તેમના મો.૮૦૦૦૦ ૭૯૦૦૬ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(3:36 pm IST)