Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કાલે દાહોદના ડી.ડી.ઓ. આર.કે.પટેલનો જન્મદિન

રાજકોટઃ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી આર.કે.પટેલનો જન્મ તા.૧૯ ઓગષ્ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આવતીકાલે પ૯માં વર્ષની કેડીએ કદમ માંડશે.

મૂળ ગાંધીનગર પંથકના વતની શ્રી આર.કે.પટેલ ર૦૦૯ ની  બેંચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજયમાં રોજગાર અને તાલીમના અધિક નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦ર૬૭૩-ર૩૯૦૬૬ મો. ૯૯૭૮૪ ૦૬ર૩ર દાહોદ.

(1:15 pm IST)