Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

'મુખ્ય સમાચાર' દૈનિકના કેમેરામેન આનંદ જાવિયાનો આવતીકાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪: છેલ્લા ઘણાં વર્ષોથી રાજકોટમાં સામાજિક અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત આનંદ જાવિયાનો આવતીકાલે જન્મ દિવસ છે. 'મુખ્ય સમાચાર' દૈનિકના માધ્યમથી પત્રકારત્વ ક્ષેત્રમાં આનંદ જાવિયા જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં લોકલક્ષી સક્રિય કામગીરી બાદ તાજેતરમાં નવરચિત કિમલોપ પક્ષના ફાઉન્ડર મેમ્બર તરીકે તેઓ પક્ષમાં જોડાયા છે. આનંદભાઇ જાવિયા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટમાં પણ યુવા કાર્યકર તરીકે પણ સેવા આપેલ છે. આનંદ જાવિયાને તેમના જન્મ દિન નિમિત્તે મિત્રો શુભેચ્છકોએ શુભેચ્છાઓ વરસાવી છે.

(3:28 pm IST)