Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ મેમ્બર ધારાબેન વૈષ્ણવનો જન્મદિવસ

રાજકોટ,તા.૧૨: ગુજરાત રાજયના રાજકોટ જિલ્લાના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના ડાયરેકટર ધારાબેન વૈષ્ણવનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

ધારાબેન ઉચ્ચ શૈક્ષણિક ડીગ્રી હાંસલ કરી નાનપણથી પિતા રોહીતભાઇની માર્ગદર્શન હેઠળ જાહેર જીવનની શરૂઆત કરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા છે. શહેર ભાજપ કારોબારીના સભ્ય  તેમજ વોર્ડ નં.૪ ના મહિલા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે, સાથોસાથ અનેકવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ જેવી કે કુુમકુમ યોગદાન  ગ્રુપ, દિપશાખા ગ્રુપ (નાગર મહીલાઓનું ગ્રુપ), વિવેકાનંદ સમિતિ જેવી સંસ્થાઓમાં સેવાકીય યોગદાન આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના મો.૯૭૧૪૪ ૨૬૪૫૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.(૨૨.૧૭)

(3:56 pm IST)