Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

જાણીતા ઉદ્દઘોષક-કલાકાર દિનેશ બાલાસરાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૯ : સંગીતક્ષેત્રે  છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત બહુમુખી પ્રતિભા ધરાવતા રાજકોટના કલાકાર-ઉદ્દઘોષક દિનેશ બાલાસરાનો આજે જન્મ દિવસ છે. ગીતકાર, નાટય નિર્માતા અને હાસ્યની દુનિયામાં પણ નામ કાઢનાર દિનેશભાઇ વિદેશોમાં પણ સફળ કાર્યક્રમો આપી ચુકયા છે. સુરક્ષા સેતુ સોસાયટી અને પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના સહયોગથી રાજકોટની કલાપ્રેમી જનતા સુધી અનેક નાટકો અને સંગીતના કાર્યક્રમો ઁપહોંચાડવામાં નિમિત બનેલ. મિલનસાર સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવ છે. મ્યુઝીકલ વર્લ્ડના નામથી સંગીત ગ્રુપનું સફળ સંચાલન કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે મો.૯૦૬૭૨ ૧૯૭૭૬ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:40 am IST)