Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

કિશોરવયથી સંગીતની સફર શરૂ કરનાર સંગીતકાર દર્શિત કાચાનો જન્મદિન

રાજકોટ : સંગીતના સ્વરો જેમણે બાળપણથી જ ગળથૂથીમાં મળ્યા છે. એવા વરીષ્ઠ સંગીતકાર પ્રવિણભાઇ કાચાનો યુવાન પુત્ર દર્શિત કાચાનો આજે જન્મદિન છે. દર્શિતને સંગીતનો વારસો બાળપણથી જ ઘરમાંથી જ મળ્યો છે. કી-બોર્ડ પર આંગળી ફરતી રહે અને દર્શિત આજે રાજકોટ જ નહી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાતનું ઘરેણું છે.  સંગીતની સફરની સાથે લગભગ તમામ દેશોની સફર પણ તેમને સંગીતના માધ્યમથી કરી છે.

સંગીતની તાલીમ પણ તેમણે તેમના પિતા પાસેથી જ મળી છે. તેમના મોટાભાઇ અમિત કાચા પણ સારા રીધમીસ્ટ છે.

ગત વર્ષે શ્રીકાંત નાયર સાથે સળંગ ૧૫ કલાક સુધી સંગીત પીરસ્યુ હતુ અને વિશ્વ રેકોર્ડમાં તેની નોંધ લેવાઇ હતી. નવરાત્રી દરમિયાન ન્યુઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાં ગરબા તેમજ હિન્દી સિનેમા સંગીતને વહેતુ કર્યુ છે. તાજેતરમાં તેમના પિતા પ્રવિણભાઇનું વરીષ્ઠ સંગીતકાર તરીકે રાજકોટમાં બહુમાન કરવામાં આવ્યુ હતુ. દર્શિત ભાઇના જન્મદિને તેઓને મો. ૯૮૨૪૨ ૦૩૦૬૨ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:27 am IST)