Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દાઉદી વ્હોરા સમાજના માઝૂન સાહેબનો જન્મ દિવસ

જસદણ તા. ૯ :.. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના 'માઝૂન' સૈયદી અલી અસગર ભાઇસાહેબ 'કલીમુદીન' આજે પોતાની જીવન યાત્રાના ૯૦મા વર્ષમાં પ્રવેશ કરતા તેમને માનનારા લાખો વ્હોરા અનુયાયીઓમાં રૂહાની આનંદ છવાયો છે. યુવા વયેથી જ વ્હોરા બિરાદરોની સેવા કાજે દેશ દેશાવરનો પ્રવાસ કરી. લોકોને મદદરૂપ બનનારા સૈયદી અલી અસગર ભાઇ સાહેબ વર્તમાન વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના કાકા થાય છે. તેઓએ અનેક વર્ષોથી દઅવત સાથે જોડાય લોકોની એટલી સેવા કરી છે કે આજે પણ ગર્વભેર યાદ કરે છે. હાલ અનુયાયીઓ પાસે જઇ, તેમની વાતો સાંભળી મદદરૂપ બને છે.

(11:27 am IST)