Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

નામ નિર્મળ મારુ, સમાજ માટે કામ સારુઃ હેપ્પી બર્થ ડે

વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટરના ૪૭માં વર્ષના દ્વારે ટકોરા

રાજકોટઃ વોર્ડ નં. ૧૮ના જાંબાઝ કોંગ્રેસી કોર્પોરેટરશ્રી નિર્મળભાઇ મારૃનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ તા. ર૧-૧-૧૯૭પના રોજ રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડામાં થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ પક્ષની સાથે વફાદારી સાથે જોડાયેલા છે. ૧૦ વર્ષ વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવેલ અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રમુખ તરીકે પણ ૧પ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેઓ જય દ્વારકાધિશ શરાફી સહકારી મંડળી લી.ના ચેરમેન પણ છે અને આવી અનેક નાની મોટી સંસ્થાઓમાં પોતે ખૂબ સારી સેવા આપી રહ્યા છે. નાની ઉંમરમાં સેવા અને સંગઠન થકી અનેરી સિદ્ધિઓ મેળવી છે. સરળ અને મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સંગઠનમાં મિલનસાર સ્વભાવના કારણે લોકપ્રિય છે. તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો વિવિધ સંસ્થાઓ તેમજ મિત્રો શુભેચ્છા તેમના મો. નં. ૯૭૧૪૯ પપપપપ ઉપર પાઠવી રહ્યા છે.

(4:16 pm IST)