Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

‘આપ'ના પ્રદેશ જોઇન્‍ટ સેક્રેટરી શિવાજી ડાંગરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ મોરબી જીલ્‍લાના રવાપર ગામના ખેડુત પરિવારના શિવાજી ડાંગરનો આજે જન્‍મદિવસ છે. તેઓ શ્રી શનેશ્વર ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ચેરમેન છે. ‘આપ'માં જામનગર જીલ્‍લા પ્રભારી, ગુજરાત પ્રદેશ દ્વારા સહસંગઠન મંત્રીની વિશેષ જવાબદારી સોંપવામાં આવી. તેઓના જન્‍મદિવસે અશોકભાઇ ડાંગર, રાજુભાઇ બોરીચા, આપ પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી, સંગઠન મંત્રી અજીત લોખીલે શુભેચ્‍છા પાઠવી છે.

(4:11 pm IST)