Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

યુવા પત્રકાર ઋષી દવેનો ૩૧મો જન્‍મદિન

રાજકોટ તા. ૧૯: શહેર જીલ્લામાં તેર વર્ષથી પત્રકારત્‍વ કરી રહેલા ઋષી દવેનો આજે ૩૧મો જન્‍મદિવસ છે. કારકિર્દી દરમિયાન તેમણે અનેક એક્‍સક્‍લુઝીવ ઘટનાઓ કેમેરામાં કેદ કરી લોકો સમક્ષ મુકી છે. દરેક ફિલ્‍ડમાં તેમણે હસ્‍તીઓના ઇન્‍ટરવ્‍યુ લીધા છે. બિઝ ગુજરાતી ન્‍યુઝ, સંદેશ ન્‍યુઝ, જીએસટીવી, વીટીવી, આઇબીએન સેવન, અબતક મિડીયા, ટાઇમ્‍સનાઉ સહિતની ચેનલોનો બહોળો અનુભવ તે ધરાવે છે. દુરદર્શન ન્‍યુઝના રિપોર્ટર તરીકે પણ તે ફરજ નિભાવે છે.  દુરદર્શન તરફથી બે એવોર્ડ અને રોકડ પુરષ્‍કાર પણ તેમને મળ્‍યા છે. આજે જન્‍મદિને તેને (૯૦૩૩૦ ૦૦૦૮૮) સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:36 am IST)