Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આદિવાસી મહિલા વિકાસ પરિષદના વાસ્વીબેન સોલંકીનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૦ : અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદની મહિલા શાખાના પ્રમુખ તરીકે ત્રણ ટર્મથી જવાબદારી સંભાળી રહેલ વાસ્વીબેન સોલંકીનો આજે જન્મ દિવસ છે. પેંગ્યાતર પરિવારમાં જન્મેલા વાસવીબેન ગૃહીણી તરીકે રણજીતભાઇ મોહનભાઇ સોલંકી પરિવારના પુત્રવધુ છે. ત્રણ મહિનાની મહિલા યાત્રા ખેડી ૧૫ રાજયો ફર્યા છે. વિદેશની ધરતી પર મલેશીયાથી એવોર્ડ મેળવેલ. તેમજ બ્રુનો, બ્રુનીંગ આધ્યાત્મિક જર્મની ખાતે આદીવાસી સમાજનું નામ રોશન કરેલ. હસ્તકલા પ્રદર્શન જેવા આયોજન થકી મહિલાઓને પ્રોત્સાહન આપે છે. બાળ વિકાસની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લ્યે છે. આજે જન્મ દિવસે તેમને ઠેરઠરેથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૭૭૭૮૦ ૯૩૫૮૮ છે.

(2:23 pm IST)