Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પ્રયાસ પેરેન્ટસ સંસ્થાના સેક્રેટરી ભાસ્કરભાઇ પારેખનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૦ : દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા પ્રયાસ પેરેન્ટ એસોસીએશન ફોર ચિલ્ડ્રન વીથ સ્પેશ્યલ નીડસના સેક્રેટરી ભાસ્કરભાઇ પારેખનો આજે જન્મ દિવસ છે. ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ ૨૧૭ દિવ્યાંગ બાળકોને તાલીમ આપી રહ્યા છે. છેલ્લા ૧૧ વર્ષથી નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર ચલાવે છે. તેમના પુત્ર જીમીષે મનોદિવ્યાંગ કર્મચારી તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ હાંસલ કરેલ છે. મુખ્યમંત્રી એવોર્ડ ઉપરાંત અનેક મેડલો હાંસલ કર્યા છે. ભાસ્કરભાઇ (મો.૯૪૨૬૩ ૧૭૭૬૩) ને આજે જન્મ દિવસ નિમિતે  ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:22 pm IST)