Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

શહેર યુવા ભાજપ અગ્રણી નિલેષ ખુંટનો આજે ૩૨મો જન્મદિવસ

રાજકોટ તા. ૨૦ઃ પૂર્વ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય અને હાલ રાજકોટ શહેર યુવા ભાજપ અગ્રણી નિલેશ ખુંટનો આજે જન્મદિવસ છે. તેણે મંગલમય જીવનના ૩૧ વર્ષ આજે પુરા કરતાં ઠેર ઠેરથી (મો. ૯૭૨૩૩ ૧૯૮૯૮) શુભેચ્છાઓ મળી રહી છે. નિલેશ ખુંટે બાલ્ય કાળથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરીને યુવા વયેથી જ પોતાની રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક આગવી ઓળખ ઉંભી કરી છે. શહેર ભાજપ કાર્યાલય પરિવારના સભ્ય તરીકે ચાર ટર્મ જવાબદારી વહન કરી છે.ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારઘ્વાજ તેમજ પીઢ ભાજપ અગ્રણી ખીમજીભાઈ મકવાણાને તેમના પ્રેરણાસ્ત્રોત માનતા નિલેશ ખુંટ પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સભ્ય તરીકે, સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના પ્રભારી તરીકે અને શહેર ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે પદ સંભાળી ચુક્યા છે. હાલમાં અનેક સેવાકીય તેમજ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. નિલેશ ખુંટ પોતાના હસમુખા, નીખાલસ અને મિલનસાર સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે.  પરીવારજનો, શહેર ભાજપ અગ્રણીઓ, કાર્યકરો, સભ્યો તેમજ મિત્રવર્તુળ, શુભેચ્છકો તરફથી સતત શુભેચ્છા મળી રહી છે.

(10:32 am IST)