Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જયોતિ કલબના ચેરમેન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાનો જન્મદિન

રાજકોટ તા. ૧૨ : આંકોલવાડી ગીરમાં જન્મેલા અને રાજકોટમાં સ્થાયી થઇ કારકીર્દી જમાવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચાનો આજે જન્મ દિવસ છે. યુવા ભાજપ વોર્ડ પ્રમુખથી રાજકીય ક્ષેત્રે કેડી કંડારનાર રાજુભાઇ ૧ ટર્મ મવડી નગર પંચાયત સભ્ય વિપક્ષ નેતા, ૩ ટર્મ મહાનગરપાલીકાના કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન તથા કાંધકામ સમિતિના ચેરમેન પદે રહી ચુકયા છે. ૬ વર્ષ સ્ટેન્ડીંગ સભ્ય પદ સંભાળ્યુ અને દોઢ વર્ષ શાસક પક્ષ નેતા તરીકે જવાબદારી વહન કરી. હાલ વિધાનસભા ૭૧ ભાજપ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહેલ રાજુભાઇ બોરીચા વ્યવસાયે ખેતી અને ઇલેકટ્રોનીકસના ધંધા સાથે સંકળાયેલા છે. જયોતિ કલબ અને જયોતિ ક્રેડીટ સોસાયટીના ચેરમેન છે. હાલ વોર્ડ પ્રભારી તરીકે સેવા આપી રહેલ રાજુભાઇ બોરીચા  (મો.૯૬૨૪૦ ૩૯૩૯૫) આહીર સમાજમાં પણ મોભાદાર સ્થાન ધરાવે છે. તેઓને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૬.૨)

 

(11:47 am IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST