Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

જામનગર, જુનાગઢ, પોરબંદરમાં યાદગાર ફરજ

સુરત જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખનો કાલે જન્મદિન

રાજકોટ સુરતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી ડી.કે. પારેખનો જન્મ તા.૧૩ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષની કેડીએ કદમ માંડશે. તેઓ મૂળ કચ્છના વતની અને ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી ડી.કે. પારેખ ભૂતકાળમાં જામનગરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, જુનાગ નગરપાલિકામાં ચીફ ઓફીસર, ગુજરાત રક્ષાશકિત યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ, રાજયના રોજગાર અને તાલીમ નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં.૦૨૬૧-૨૪૨૨૧૬૦, મો.૯૯૭૮૪ ૦૬૨૪૭ સુરત.

(11:47 am IST)