Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

શકિતની ભકિત સાથે સફળતાની તકતીઃ નરેન્દ્રબાપુનો જન્મદિન

સૌને સ્નેહ આપવા મેં લીધો છે જન્મ, વચમાં જરૂરિયાતમંદો જરા વધારે ગમી ગયા

રાજકોટઃ ઘડીયાલના કાંટા ગમે તે આંકડા પર હોય પણ જ્યાં કાયમ ૨૪ કલાક કોઈ જાતના ભેદભાવ વગર સૌને રોટલો અને ઓટલો મળી રહે છે તેવી ચોટીલા પાસેની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા શ્રી આપાગીગાના ઓટલાના સુપ્રસિદ્ધ મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુની વર્ષગાંઠના આજે વહાલથી વધામણા થઈ રહ્યા છે. શકિત (માતાજી)ની ભકિત સાથે સફળતાની તકતી કોતરનાર શ્રી નરેન્દ્રબાપુનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૧૨ જાન્યુઆરીએ થયેલ. આજે છપ્પનમાં વર્ષની વાટ પકડી છે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર જેવા કાર્યો તેની સેવા કલગીના સોહામણા પીછા છે.

મહંત બન્યા પહેલા નરેન્દ્રભાઈ સોલંકી તરીકે મશહુર હતા તે વખતે સતત ૪ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને નાયબ મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જેવા મહત્વના પદ પર કાર્ય કરેલ. તેઓ હાલ ગુજરાત સરકારના આર્થિક પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. વર્ષોથી શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજ રાજકોટ સમસ્તને મજબૂત નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. જાહેર જીવનમાં પવનની દિશા પારખવામાં પારંગત છે, એટલે પતંગના રૂપ-રંગને ગૌણ ગણી દોરાની ગુણવતા પર જ ભાર મુકે છે. આપાગીગા કી કૃપા કા ડેરા, મહેકે હર દિન સવેરા...

મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮ - રાજકોટ

(11:45 am IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST