Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સફળતાના ખોલ્યા સદાય તાળાં, ૮રમાં પ્રવેશતા વજુભાઇ વાળા

રાજકોટ : કર્ણાટકના રાજ્યપાલ જેવી મોભાદાર જગ્યા પર રહેલા શ્રી વજુભાઇ આર. વાળાનો જન્મ તા. ૧૨ જાન્યુઆરી ૧૯૩૮ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૮૨માં વર્ષનાં પંથે પ્રયાણ કર્યુ છે.

 

રાજકોટવાળા શ્રી વજુભાઇ વાળાનું જાહેર જીવન 'કમળ' સંગે ગુલાબની જેમ મહેકી રહયું છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ૭ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો અને ગુજરાતમાં નાણામંત્રી તરીકે ૧૮થી વધુ વખત બજેટ રજુ કરવાનો વિક્રમ તેમના નામે છે. અગાઉ રાજકોટના મેયર હતા ત્યારે 'પાણીવાળા' મેયર તરીકે લોકપ્રિય બનેલા. રાજ્યમાં નાણા ઉપરાંત સહકાર, મહેસુલ, ઉર્જા, શ્રમરોજગાર, વાહનવ્યહાર વગેરે વિભાગોના મંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. બે વખત પ્રદેશ પ્રમુખપદ સંભાળવા કેબીનેટ પ્રધાનપદનો ત્યાગ કરીને તેમણે પાર્ટી નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ. તેમને વિવિધ નામાંકિત સંસ્થાઓ દ્વારા ગૌરવપૂર્ણ એવોર્ડ મળેલા છે. સામાન્ય માણસ સાથે પણ આત્મીયતા કેળવી શકવાનો તેમનો ગુણ વિશેષ છે. હાજરજવાબીપણું અને રમુજવૃતિ માટે જાણીતા છે. વધે વજુભાઇ વાળાની નામના, એવી જન્મદિનની શુભકામના.(૧.૬)

મો. ૯૮૨૪૦ ૪૩૬૩૨ અને ૯૮૨૪૧ ૧૬૪૧૪ બેંગ્લોર (કર્ણાટક)

(11:45 am IST)
  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST