Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઉનાના યુવા ગિટાર રિસ્ટ કુ. મૃગનયની મહેતાનો જન્મદિન

ઉના, તા.૧૧:  યુવા ગિટારરિસ્ટ કુ. મૃગનયની મેહતાનો જન્મ દિવસ ૧૨-૧-૨૦૧૯ છે. તેમનો કાલે જન્મદિન છે.

માત્ર ૧૫ની ઉંમરે સમગ્ર ગુજરાત રાજય કલામહાકુંભમા સતત બે વર્ષથી બન્ને વર્ષે રાજય કક્ષાએ શાસ્ત્રીય ગિટાર વાદનમા પ્રથમ સ્થાને રહેવા બદલ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે સમ્માનિત થયા છે.

ઉપરાંત સંગીત નાટ્ય અકાદમી ગુજરાત તેમજ સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર બાળગીત સ્પર્ધામાં - પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કરેલ છે.

શ્રી ગુજરાતી સંગીતકાર તથા સંગીત નાટ્ય અકાદમી અધ્યક્ષઅને પ્રસિદ્ઘ સંગીતકાર શ્રી પંકજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમા સાંઈ રામ દવે સાહેબના હસ્તે રૂ  રોકડ તેમજ શિલ્ડ પ્રમાણપત્ર અને સમ્માન પણ મેળવેલ છે.

રાજય યુવા ઉત્સવમા ખુલ્લા વિભાગની હાર્મોનિયમવાદનની સ્પર્ધાઓમા સમગ્ર રાજકોટ પ્રદેશમા પ્રથમ સ્થાન મેળવનાર તથા આ સિદ્ઘિ બદલ ઓદિચ્ય સિમ્બર સંવાય બ્રાહ્મણ સમિતિ -ઉના, સમસ્ત બ્રહ્મ સમાજ -ઉના ,મહિલા મંડળ ઔ.સિ.સ.બ્રાહ્મણ-ઉના. શ્રીએ.આર .ભટ્ટ કોલેજ ઉના- સ્વામિ નારાયણ સંકુલ -ઉના.  એચ.એમ.વી.કોલેજ-ઉના, ચાણકય સાયન્સ સ્કૂલ -ઉના તથા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન વિભિન્ન શહેરોમાં સમ્માન સાથે શાસ્ત્રીય ગિટાર વાદનના કાર્યક્રમ પ્રસ્તુત કરેલ છે. તેમના જન્મદિવસ એડવાન્સ શુભકામના મળી રહી છે

(4:29 pm IST)
  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST