Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો આજે જન્મદિવસ

મોરબી, તા.૧૦: શહેર/જીલ્લા ગ્રાહક  સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે. તા.૧૧/૧/૧૯૪૧ ના જન્મેલા તેઓ આજે ૭૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

લાલજીભાઇ ગ્રાહક સુરક્ષા મંડળ ઉપરાંત ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, પર્યાવરણ સુરક્ષા સમિતિના પ્રમુખપદે સેવાઓ આપી રહ્યા છે. હિમરીન ફીલ્મના બેનર હેઠળ ફિલ્મોનું સર્જન કરનાર લાલજીભાઇ અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શુભેચ્છકો મિત્રમંડળ દ્વારા તેમના મો.નં.૯૮૨૫૭૯૦૪૧૨ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:25 am IST)