Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાનો જન્મદિન

રાજકોટઃ. ચીફ ઈલેકટ્રોલ ઓફીસર ફોર ધ ગુજરાત સ્ટેટ ઓફ ગુજરાત શ્રી એસ. મુરલીક્રિષ્નાનો જન્મ તા. ૧૦ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ આંધ્ર પ્રદેશના વતની અને ૧૯૯૮ની બેચના આઈ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. અગાઉ ખેડા અને ભરૂચમાં જિલ્લા કલેકટર શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી., શહેરી વિકાસ વિભાગમાં અધિક સચિવ, ચૂંટણી પંચમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી, શહેરી વિકાસ મિશનમાં અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી, કૃષિ અને સહકાર વિભાગમાં સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૩૧૮, મો. ૯૯૭૮૪ ૪૧૫૯૦ - ગાંધીનગર

(11:24 am IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની પુત્રીનું અપહરણ કરવાની ધમકી :સીએમઓ ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ મળતા દિલ્હી પોલીસમાં ફરિયાદ :પોલીસે કેજરીવાલની પુત્રીની સુરક્ષા વધારી :મામલાની તપાસ સાઇબર સેલની સોંપી :ધમકીભર્યા ત્રણ ઈમેલ સીએમની સત્તાવાર ઈમેલ આઈડીમાં આવ્યા જેમાં બે ઇમેલમાં અપહરણ કરવાની ધમકી આપી access_time 12:47 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST